VIDEO: અલસીપુરા–કોઠારા માર્ગ બિસ્માર, અધિકારીઓની સૂચનાઓ છતાં રસ્તાના ખાડા યથાવત્
કિલોમીટરનો માર્ગ બિસ્માર હાલતમાં છે. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા આ માર્ગ પર ઠેરઠેર મોટા ખાડા પડતાં વાહનચાલકો અને સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. ડામરનું પડ ઉખડી જતાં રસ્તા પર કપચી ફેલાઈ ગઈ છે, જેના કારણે વાહનોનાં ટાયર પંચર થવાની સમસ્યા પણ સર્જાઈ રહી છે. આ માર્ગ પરથી આસપાસનાં દસ જેટલાં ગામોના લોકો અવરજવર કરે છે, છતાં માર્ગની હાલત સુધારવામાં આવી નથી. પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ રસ્તાની સ્થિતિને પગલે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. ત્યારે માર્ગનું સમારકામ ક્યારે થશે તેવા સવાલો ઊઠી રહ્યા છે.
મુખ્યમંત્રીની સૂચનાઓ છતાં માર્ગના ખાડા પૂરવામાં ન આવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતી હોવા છતાં સરહદી વિસ્તારના આ માર્ગની સ્થિતિ સુધરતી નથી, જેને પગલે તંત્રની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. સંબંધિત અધિકારીઓ સ્થળ તપાસ કરીને સમારકામ કરાવતા ન હોવાની પણ ફરિયાદ છે. ત્યારે આસપાસનાં દસ જેટલાં ગામોના લોકોની હાલાકી દૂર કરવા તાત્કાલિક સમારકામ કરી માર્ગને સુરક્ષિત બનાવવાની માગ ઊઠી છે

