VIDEO: છોટાઉદેપુરની કુકરદા બેઠક પર AAPનો ઐતિહાસિક વિજય, ભાજપના ગઢમાં ગાબડું
સોર્સ : GSTV
છોટાઉદેપુર જિલ્લા પંચાયતની કુકરદા બેઠક પર આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે, જ્યાં આપના ઉમેદવાર રતિલાબેન રસિકભાઈ ડુંગરાભીલે ૫૬૦૦ મતોની તોતિંગ લીડ સાથે જીત મેળવતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. માત્ર જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ આ બેઠક હેઠળ આવતી પાંચેય તાલુકા પંચાયત બેઠકો પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા થતા ભાજપને મોટો રાજકીય ફટકો પડ્યો છે.

