Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : VIDEO: 'No road, no vote': 600 voters in Rojwa village of Chhota Udepur boycott the election without casting a single vote

VIDEO: 'રોડ નહીં તો વોટ નહીં': છોટાઉદેપુરના રોજવા ગામે 600 મતદારોનો મક્કમ નિર્ધાર, ચૂંટણીમાં એક પણ મત ન આપી કર્યો બહિષ્કાર

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: છોટાઉદેપુર જિલ્લાના રોજવા ગામે વર્ષો જૂની રસ્તાની સમસ્યાને લઈને આજે મતદાનના દિવસે તંત્ર સામે બાયો ચઢાવી છે. મધ્યપ્રદેશની સરહદને જોડતા માત્ર 3 કિલોમીટરના રસ્તા માટે ગ્રામજનો છેલ્લા કેટલાય સમયથી રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ પરિણામ શૂન્ય આવતા આજે સમગ્ર ગામે એક અવાજે મતદાનનો બહિષ્કાર કર્યો છે.

App Store

અધિકારીઓની સમજાવટ બેઅસર

ગામમાં એક પણ મત ન પડતા ચૂંટણી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો રોજવા ગામે ગ્રામજનોને સમજાવવા દોડી ગયો હતો. અધિકારીઓએ મતદાન કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ ગ્રામજનો પોતાની માંગ પર અડગ રહ્યા હતા. અંતે અધિકારીઓને ખાલી હાથે પરત ફરવાની ફરજ પડી હતી.