Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: High-voltage drama in Danilimda! Candidate Vinod Chandra did not regain consciousness after more than 2 hours, supporters and family angry

VIDEO: દાણીલીમડામાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! 2 કલાકથી વધુ સમય છતાં ઉમેદવાર વિનોદચંદ્રને હોશ ન આવ્યો, ટેકેદારો અને પરિવારમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 2026ના મતદાન દરમિયાન આજે બપોરે દાણીલીમડા વિસ્તારમાં લોહિયાળ જંગ જોવા મળ્યો હતો. દાણીલીમડામાં આવેલી એમ.એસ. પબ્લિક શાળા સ્થિત મતદાન મથક બહાર ભાજપ અને વિરોધ પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી, જે બાદમાં હિંસક હુમલામાં ફેરવાઈ ગઈ હતી.

App Store

ઉમેદવાર વિનોદચંદ્ર પરમાર પર હુમલો
આ ઘર્ષણ દરમિયાન દાણીલીમડાના ભાજપના ઉમેદવાર વિનોદચંદ્ર પરમાર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

2 કલાકથી ઉમેદવાર બેભાન
હોસ્પિટલના સૂત્રો અને ત્યાં હાજર સમર્થકોના જણાવ્યા અનુસાર, હુમલાના બે કલાકથી વધુ સમય વીતી જવા છતાં વિનોદચંદ્ર પરમારને હજુ સુધી હોશ આવ્યો નથી. તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં સમર્થકો અને ભાજપના નેતાઓ ઉમટી પડ્યા છે. પરિવારજનોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

પોલીસનો લોખંડી બંદોબસ્ત
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દાણીલીમડા અને એલ.જી. હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે. મતદાન મથક પર વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટે ચક્રગતિમાન કર્યા છે. ચૂંટણી પંચે પણ આ ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.