VIDEO: છોટાઉદેપુરના રાયસિંગપુરામાં 65 વર્ષીય મહિલાના મોત બાદ નર દીપડો પાંજરે પુરાયો
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામમાં આખરે એક નર દીપડો પાંજરે પુરાયો છે. ગત અઠવાડિયે 65 વર્ષીય રહીબેન રેવજીભાઈ નાયકના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે વન વિભાગે શંકાસ્પદ દીપડાને પકડવા માટે ખાસ કાર્યવાહી શરૂ કરી હતી અને વિસ્તારમાં પાંજરું ગોઠવી સતત નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન ગઈકાલે મોડી રાત્રે પાંજરામાં નર દીપડો ફસાઈ ગયો હતો. દીપડો ઝડપાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, પકડાયેલો દીપડો જ મહિલાના મોત માટે જવાબદાર હતો કે નહીં, તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. વન વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા પણ માંગ ઉઠી છે.

