VIDEO: સાગબારા જંગલ જમીન મુદ્દે ધરણાંનો 12મો દિવસ
સોર્સ : gstv
સાગબારા જંગલ જમીનના પ્રશ્ને ચાલી રહેલા ધરણાંનો આજે 12મો દિવસ છે, છતાં આદિવાસીઓના પ્રશ્નનો કોઈ નિર્ણય આવ્યો નથી. 12 ગામના લોકોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા ફરી ધરણાં સ્થળે પહોંચ્યા અને મુખ્યમંત્રી વિદેશથી પરત આવે બાદ ફરી મુલાકાત કરીને વહેલી તકે ઉકેલ લાવવાની વાત કરી. સાંસદે સુરત જિલ્લા વહીવટી તંત્ર અને સરકારને પણ આ મુદ્દે તાત્કાલિક નોંધ લઈ કાર્યવાહી કરવાની અપીલ કરી. તેમણે અનંત પટેલ અને તુષાર ચૌધરીના નિવેદનો અંગે પ્રતિક્રિયા આપતા જવાબદાર બનવાની અને જરૂર હોય તો ધરણાંમાં જોડાવાની વાત કરી. ઉલ્લેખનીય છે કે લીલાબેને અન્ન-જળનો ત્યાગ કર્યો છે અને આજે તેમના ઉપવાસનો પણ 12મો દિવસ છે.

