VIDEO: નર્મદા: સાગબારા જંગલ જમીન ખેડાણ મુદ્દે આદિવાસીઓના ધરણાનો ૯મો દિવસ, સાંસદ મનસુખ વસાવા સમક્ષ રજૂઆત
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના સાગબારા જંગલ જમીન ખેડાણના મામલે આદિવાસીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા ધરણા પ્રદર્શનનો આજે ૯મો દિવસ છે. ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારના આદિવાસીઓ છેલ્લા ૨૦ વર્ષથી વધુ સમયથી એટલે કે 1988થી જંગલ જમીન ખેડીને પોતાનું જીવન ગુજારી રહ્યા છે, જે અંગે તેમણે આજે સાંસદ મનસુખ વસાવાને રૂબરૂ મળીને જમીન ખેડાણના પુરાવાઓ સબમિટ કર્યા હતા…વન વિભાગની ખોટી વાતોમાં ન આવે, કારણ કે સુરત વન વિભાગ આ જમીન ખાલી કરાવીને પ્લાન્ટેશનના નામે કરોડો રૂપિયા હડપવાનું અને આદિવાસીઓને અંદરોઅંદર લડાવવાનું મોટું કાવતરું રચાઈ રહ્યું છે. આદિવાસીઓને ન્યાય અપાવવા માટે પોતે આ મામલે ફરીથી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરશે તેવી ખાતરી સાંસદે આપી છે.

