VIDEO: સેવા સદનમાં ધારાસભ્યની સરપ્રાઈઝ વિઝીટ, અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા
સોર્સ : gstv
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તાલુકા સેવા સદનની વિવિધ કચેરીઓની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર પુરવઠા વિભાગ, આધારકાર્ડ કેન્દ્ર અને ATVT સેન્ટરમાં જાહેર સુવિધાઓની તપાસ કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આધારકાર્ડની કીટ બંધ હોવાનું સામે આવ્યું, જ્યારે ATVT સેન્ટરમાં શ્વાનો મુક્તપણે ફરતા જોવા મળ્યા હતા. આ અંગે ધારાસભ્યએ કર્મચારીઓને સવાલો કર્યા હતા. પુરવઠા વિભાગના અધિકારી અને મામલતદાર પણ ગેરહાજર જોવા મળતાં લોકોને નાની-મોટી કામગીરી માટે વારંવાર ધક્કા ખાવા પડતા હોવાની રજૂઆત સામે આવી હતી. ધારાસભ્યએ અધિકારીઓને કડક સૂચના આપી અને સફાઈ મેન્ટેનન્સ એજન્સી સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

