VIDEO: લેન્ડ રેકોર્ડ કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાલ
સોર્સ : gstv
બોટાદમાં લેન્ડ રેકોર્ડ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. ગ્રેડ-પેમાં વધારો સહિતની માંગણીઓનો સમયસર નિકાલ નહીં આવતા કર્મચારીઓએ ઓફિસનું કામકાજ બંધ કરી દીધું છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ અગાઉ સરકાર તરફથી આશ્વાસન મળ્યું હતું, પરંતુ માંગણીઓ પર કાર્યવાહી ન થતાં ફરી હડતાલનો નિર્ણય લેવાયો છે. હડતાલના કારણે લેન્ડ રેકોર્ડ કચેરીના કામ માટે આવતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માંગણીઓ નહીં સંતોષાય તો હડતાલ વધુ ઉગ્ર બનાવવાની કર્મચારીઓએ ચીમકી આપી છે.

