VIDEO: બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં દવાની બોટલમાંથી જીવજંતુઓ મળતા ધારાસભ્યની ઓચિંતી મુલાકાત
સોર્સ : gstv
બોટાદના ધારાસભ્યએ સોનાવાલા હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરી દર્દીઓને સફરજન, કેળા અને દાડમ જેવા ફ્રુટનું વિતરણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલનો દરજ્જો ધરાવતી આ હોસ્પિટલમાં માત્ર CHC કક્ષાની જ સુવિધાઓ ઉપલબ્ધ હોવાનો ખુલાસો થયો છે. હોસ્પિટલમાં ડોક્ટરોનું અપૂરતું મહેકમ, સાધન-સુવિધાની કમી અને મેડિકલ સ્ટાફની ભારે અછત જોવા મળી હતી, જેને લઈને બિલ્ડીંગ રીનોવેશન કરી અન્ય વોર્ડ ઉપયોગમાં લેવા સૂચન કરાયું હતું. સૌથી ગંભીર બાબત તો એ સામે આવી કે માન ફાર્મા અને દીપ ફાર્માની સીલ પેક દવાની બોટલોમાંથી જીવજંતુઓ અને કીડીઓ મળી આવ્યા છે. આથી દવાની ગુણવત્તા સામે શંકા સેવાતા ધારાસભ્યએ તાત્કાલિક દવાની લેબોરેટરી ચકાસણી કરાવી રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે.

