VIDEO: બોટાદની શંકરપરાની આંગણવાડી બે વર્ષમાં જ થઈ જર્જરિત, જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?
સોર્સ : GSTV
બોટાદની શંકરપરા વિસ્તારની આંગણવાડીમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી ગઈ છે. વાલીઓ પોતાના બાળકોને આ આંગણવાડીમાં અભ્યાસ માટે મોકલવામાં પણ ડર અનુભવે છે. ઘણા લાંબા સમયની માંગ પછી આંગણવાડી કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવી આપવામાં આવી હતી. પરંતુ આ આંગણવાડીમાં બે વર્ષની અંદર ભ્રષ્ટાચારે માથું ઊંચક્યું છે. બહારથી સુંદર દેખાતી આ બિલ્ડિંગમાં લાદીઓ ઉખડી ગઈ હોય, તૂટી ગઈ હોય અને ખાડા પડી ગયા હોય તેવું સામે આવ્યું છે.
લાદીઓની નીચે માત્ર રેતી અને ધૂળ નાખવામાં આવી છે
માત્ર બે વર્ષમાં આંગણવાડી કેન્દ્રના મકાનમાં ભ્રષ્ટાચારની પોલ છતી થઈ ગઈ છે. રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે ફર્શ પર લગાવવામાં આવેલી લાદીઓની નીચે માત્ર રેતી અને ધૂળ નાખવામાં આવી છે. તળ સાથેના જોડાણ માટે સિમેન્ટનો નામ માત્ર ઉપયોગ થયો નથી.
અમારા બાળકને આંગણવાડીમાં મોકલવામાં પણ ડર લાગે છે
આ અંગે બાળકોના વાલીએ જણાવ્યું કે અમને અમારા બાળકને આંગણવાડીમાં મોકલવામાં પણ ડર લાગે છે. કારણકે અવારનવાર આ મેદાનમાં નીકળતા જીવજંતુ , સાથે હવે આંગણવાડી કેન્દ્રમાં પણ બાળકો રમી શકે તેવી સ્થિતિ નથી. આ ઉખડી ગયેલી લાદીના ટુકડા વાગી જવાથીની સતત બીક તેઓને લાગી રહી છે. ત્યારે તાત્કાલિક આ આંગણવાડી નું બિલ્ડીંગ રિપેર કરી બાળકોને બેસવા લાયક બનાવવું જોઈએ તેવું જણાવ્યું હતું.

