VIDEO: બોટાદમાં કોંગ્રેસનું કલેક્ટરને આવેદન, પોલીસ પર ગંભીર આક્ષેપ
સોર્સ : gstv
બોટાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કથિત એક કરોડ રૂપિયાના તોડના મામલે જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે કાનીયાડના એક યુવાન પાસેથી પ્રતિબંધિત ગેમિંગની કમાણીના મુદ્દે કથિત રીતે એક કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો છે. બોટાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. પોલીસનો ડર બતાવી સામાન્ય નાગરિકોને પરેશાન અને લૂંટવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

