VIDEO: બોટાદ સ્વામિનારાયણ મંદિરમાં ચોરી
સોર્સ : gstv
બોટાદના ખસ રોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિરમાં બુકાનીધારી ત્રણથી ચાર શખ્સોએ દીવાલ કૂદી ચોરીને અંજામ આપ્યો હોવાનું CCTVમાં કેદ થયું છે. મંદિરના સ્વામીએ આક્ષેપ કર્યો છે કે મંદિરની દીવાલને અડીને દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે અને આસપાસ આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ચોરીની ઘટનામાં રોકડ અને અન્ય વસ્તુઓ મળી અંદાજે 45 હજાર રૂપિયાની મત્તા ચોરાઈ હોવાની માહિતી આપવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

