VIDEO: બોટાદ નગરપાલિકામાં મહિલા સદસ્યોના પતિઓની દખલગીરી પર 'પ્રવેશ બંધી'!
સોર્સ : gstv
બોટાદ નગરપાલિકામાં ચૂંટાયેલા મહિલા સદસ્યોના બદલે તેમના પતિઓ દ્વારા વહીવટી કામગીરીમાં કરવામાં આવતી દખલગીરી સામે ચીફ ઓફિસરે કડક લાલ આંખ કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે નોટિસ બોર્ડ પર જાહેર સૂચના મુકીને ચૂંટાયેલા મહિલા સદસ્યોના પતિઓ તથા પ્રતિનિધિઓ માટે વહીવટી કામગીરીમાં પ્રવેશબંધી ફરમાવી દીધી છે. સૂચનામાં સ્પષ્ટ જણાવાયું છે કે મહિલા સદસ્યોના પતિઓએ નગરપાલિકાની કામગીરીમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરવી નહીં. સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે અપાયેલું અનામત માત્ર કાગળ પર ન રહી જાય અને મહિલાઓ પોતે સક્ષમ બની વહીવટ ચલાવે તે હેતુથી લેવાયેલા આ નિર્ણયથી પ્રજામાં સંતોષની લાગણી જન્મી છે.

