Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Villagers boycott elections due to lack of basic facilities

VIDEO: Bhavnagar / 'કામ નહીં તો વોટ નહીં, પાયાની સુવિધાઓના અભાવે ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાનું રબારીકા ગામ આજે વિકાસની વરવી વાસ્તવિકતાની સાક્ષી પૂરી રહ્યું છે. લાંબા સમયથી ગામમાં વિકાસના નામે શૂન્ય કામગીરી થવાથીરોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સજ્જડ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. વિકાસના નામે માત્ર પોકળ દાવાઓ થતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ લોકશાહીના પર્વથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.

App Store

રબારીકા ગામની વસ્તી 500થી વધુ હોવા છતાં અહીં સુવિધાઓના નામે માત્ર હાલાકી જ જોવા મળે છે. ગામમાં છેલ્લા લાંબા સમયથી વિકાસનું એક પણ કામ થયું નથી. ગામનું પંચાયત ભવન વર્ષોથી જર્જરિત હાલતમાં છે, જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. ગામના રસ્તાઓ અત્યંત બિસ્માર છે. પીવાના પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે ઉનાળામાં ગ્રામજનોએ સ્વખર્ચે ટેન્કર મંગાવવા પડે છે.  ગામમાં રેશનિંગની દુકાન ન હોવાથી લોકોને અનાજ લેવા માટે દૂર સુધી ભટકવું પડે છે.

ગામમાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતો પાક ઉગાવી શકતા નથી. આર્થિક સંકડામણ અને સુવિધાઓના અભાવે ગામના મોટાભાગના લોકોએ હિજરત કરવાની ફરજ પડી છે. અનેક પરિવારો સારી સુવિધાઓની શોધમાં શહેર કે અન્ય મોટા ગામડાઓ તરફ સ્થળાંતર કરી ગયા છે.