Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : VIDEO: The administration is turning a blind eye to those who encroach on government land, work has begun to remove pressure on a war footing

VIDEO: સરકારી જમીન પચાવી પાડનારાઓ સામે તંત્રની લાલ આંખ, યુદ્ધના ધોરણે દબાણ હટાવવાની કામગીરી શરૂ

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં સરકારી જમીન પચાવી પાડનારા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અલંગ અને મણાર ગામમાં વર્ષોથી સરકારી પડતર અને ગૌચર જમીન પર થયેલા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી આજથી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

App Store

રાજ્ય સરકારના કડક આદેશ બાદ, તળાજા મામલતદાર કચેરી અને પોલીસ કાફલા દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.સરકારી આંકડા મુજબ, આશરે 459 જેટલા લોકોએ 63 હેક્ટર જેટલી વિશાળ જમીન પર ગેરકાયદેસર ખોલીઓ, ઓરડીઓ, દુકાનો અને મોટા વ્યાવસાયિક શેડ ઉભા કરી દીધા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવીને આ તમામ દબાણો જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે.