Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Video/ End of female bootlegger's reign in Bhavnagar, illegal constructions removed

Video/ Bhavnagarમાં મહિલા બુટલેગરની જોહુકમીનો અંત, ગેરકાયદે બાંધકામો કરાયા દૂર

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેરના સરદારનગર વિસ્તારમાં વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલી એક મહિલા બુટલેગરના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો પર વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે.

App Store

પોલીસ અને મનપાનું સંયુક્ત ઓપરેશન

મહિલા બુટલેગર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો અંગે ભાવનગર પોલીસ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ, પોલીસ અને મનપાની ટીમોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને આ દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર મસમોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

બુટલેગરોમાં ફફડાટ

લાંબા સમયથી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસની આ કાર્યવાહીને પગલે સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ઉભા કરવામાં આવેલા કોઈપણ ગેરકાયદેસર બાંધકામોને સાંખી લેવામાં આવશે નહીં.