Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : VIDEO: A sudden fire broke out at the 'Foodies Park' restaurant on Sanskar Mandal Road in Bhavnagar

VIDEO: ભાવનગરના સંસ્કાર મંડળ રોડ પર આવેલા 'ફૂડીઝ પાર્ક' રૅસ્ટોરન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠી

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ભાવનગર શહેરના સંસ્કાર મંડળ રોડ પર આવેલા 'ફૂડીઝ પાર્ક' રૅસ્ટોરન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. રૅસ્ટોરન્ટના માલિકના જણાવ્યા મુજબ સેન્ડવીચના એક સ્ટોલમાં ધૂમાડો અને આગ દેખાઈ હતી અને ત્યારબાદ વધુ લાગી હતી જેને લઈને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગને લઈ આસપાસના લોકોમાં નાસભાગ મચી હતી. 

App Store

જો કે, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં, ઉપલબ્ધ ફાયર એક્સ્ટિંગ્વિશર્સનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટનામાં જો કે, સદભાગ્યે, કોઈ જાનહાનિ થઈ નથી.