VIDEO: ઉખરલા ગામમાં કૂવામાં ખાબકતા ત્રણ યુવકોના કરુણ મોત: પોલીસે જુગારની રેડની વાતને સદંતર નકારી
સોર્સ : gstv
ભાવનગર નજીક આવેલા ઉખરલા ગામે સર્જાયેલી એક ગંભીર દુર્ઘટનામાં ત્રણ યુવકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉખરલા ગામમાં જુગારની પ્રવૃત્તિ ચાલતી હોવાની લોકચર્ચાઓ વચ્ચે પોલીસ આવી પહોંચતા અફરાતફરી મચી ગઈ હતી. આ નાસભાગ દરમિયાન ઘોઘા રોડ પરના લક્ષ્મીનગરના રહેવાસી રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ, એરપોર્ટ રોડ રૂવાના નિલેશભાઈ બીજલભાઇ ડાભી અને બાપુનગરના સિંધા અજીતસિંહ બુધાભાઈ કૂવામાં ખાબક્યા હતા, જેમના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની રેડ પાડવામાં આવી હોવાની વાતને સત્તાવાર રીતે નકારવામાં આવી છે. પોલીસે હાલ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માત મોતનો ગુનો નોંધીને ઘટનાના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

