Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : School rickshaw driver dies under suspicious circumstances after consuming country liquor in Bhavnagar city

VIDEO: ભાવનગર શહેરમાં સ્કૂલ રીક્ષા ચાલક યુવાનનું દેશી દારૂ પીધા બાદ શંકાસ્પદ સંજોગોમાં મોત

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગર શહેરમાં દેશી દારૂના સેવનના કારણે વધુ એક યુવાનનું શંકાસ્પદ મોત થયાની ઘટના સામે આવી છે. સ્કૂલ રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા ભાવેશ ધીરુભાઈ વિસાણી ગઇકાલે સિહોર નવનાથ દર્શને ગયા હતા. પરત ફર્યા બાદ તેમને છાતીમાં દુખાવો અને ઉલ્ટી થતા પત્નીને દેશી દારૂ પીધો હોવાનું જણાવ્યું હતું. તબિયત લથડતા તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વહેલી સવારે ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. જોકે, પરિવારે તેઓ બે વર્ષથી દારૂ છોડી ચૂક્યા હોવાનું જણાવતા આ અચાનક થયેલા મોતને લઈને અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

App Store