VIDEO: ભાવનગર લઠ્ઠાકાંડમાં ઝડપાયેલા કોન્સ્ટેબલને કોર્ટમાં રજૂ કરાયો
સોર્સ : gstv
ભાવનગર લઠ્ઠાકાંડ મામલે ઝડપાયેલા કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. SMCએ ગઈકાલે રાત્રે લગભગ એક વાગ્યે ભાવનગર ગ્રામ્ય ASP સ્કવોડમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે કોન્સ્ટેબલની સાંઠગાંઠ સામે આવતાં SMCએ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. ધરપકડ બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

