VIDEO: ભાવનગર મનપા દ્વારા પ્રથમવાર જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન, ૩૦ હજાર બાળકોને નિઃશુલ્ક પાસ
સોર્સ : gstv
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે નાગરિકો માટે પ્રથમ વખત સાંસ્કૃતિક લોકમેળાનું વિશેષ આયોજન કરાયું છે. આગામી ૨ સપ્ટેમ્બરે સાંજે ૬ કલાકે મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં આ મેળાનું ઉદ્ઘઘાટન થશે. સામાન્ય નાગરિકો આ પર્વ ઉત્સાહભેર ઉજવી શકે તેવો મુખ્ય હેતુ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધોરણ 3થી 8ના આશરે 30 હજાર બાળકોને રાઈડ માટે નિઃશુલ્ક પાસ અપાશે. આ ઉપરાંત, લોકડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરાયું છે.

