Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad LCB action after Bhavnagar lathak: Foreign liquor worth Rs96.25 lakh seized from Changodar

VIDEO: ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ LCB એક્શનમાં: ચાંગોદરમાંથી ₹96.25 લાખનો વિદેશી દારૂ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ LCB એક્શનમાં  જોવા મળી..તેમજ ચાંગોદરમાંથી  96.25 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે.. મોરૈયા ગામની સીમમાં આવેલ 'શ્યામ મેટલ કંપની'ના ગોડાઉનમાં પોલીસે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન રૂ. 72.50 લાખની કિંમતની વિદેશી દારૂની 35 હજાર 199 બોટલોજપ્ત કરવામાં આવી હતી. આ સિવાય પોલીસે 3 બોલેરો ગાડીઓ અને 6 મોબાઈલ સહિત કુલ 96 લાખ 25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થળ પરથી મહારાષ્ટ્ર અને ભાવનગરના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કુલ 9 લોકો સામે ગુનો નોંધાયો છે. 19 તારીખે ચાંગોદર પોલીસે ગોડાઉન ચેકિંગ ડ્રાઇવ યોજી હોવા છતાં આટલો મોટો જથ્થો LCBએ ઝડપી પાડતા સ્થાનિક ચાંગોદર પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

App Store