Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Sarpanch of Adhelai village and his associates fatally attacked 3 youths

VIDEO: Bhavnagarમાં લોહિયાળ ખેલ; અધેલાઈ ગામના સરપંચ અને તેના સાથીદારોએ 3 યુવકો પર કર્યો જીવલેણ હુમલો

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભાવનગર જિલ્લાના અધેલાઈ ગામે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. અધેલાઈ ગામના વર્તમાન સરપંચ અને તેમના સાથીદારોએ જૂની અદાવતનો ખાર રાખી ત્રણ યુવાનો પર પાઈપ, તલવાર અને છરી જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ હિંસક ઘટનામાં ત્રણ યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

App Store

ભોગ બનનાર યુવાનના ભાઈએ જણાવ્યું હતું કે, તેનો ભાઈ જ્યારે પોતાની ઓફિસ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં પૂર્વ આયોજિત કાવતરા મુજબ અજાણ્યા શખ્સોએ પોતાની ગાડી તેમની સાથે અથડાવી હતી. અકસ્માત બાદ તરત જ હુમલાખોરોએ મારપીટ શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, યુવાનને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કરી અન્ય અવાવરું સ્થળે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.

આ હુમલામાં સંદીપભાઈ, મેહુલભાઈ અને જગદીશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે.  હાલ આ ત્રણેય યુવાનોને તાત્કાલિક અસરથી ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  હુમલા પાછળ અધેલાઈ ગામના સરપંચ વિપુલભાઈ ધુમડીયા અને તેમના 10થી 12 જેટલા સાથીદારોના નામ સામે આવ્યા છે.