VIDEO: લઠાકાંડ મામલે પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલના સપ્ટેમ્બર ૧૧ સુધીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર
સોર્સ : gstv
ભાવનગર લઠ્ઠાકાંડ મામલે પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સરકારી વકીલે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે કોર્ટે રાજદીપસિંહના 10 દિવસના, એટલે કે 11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. SMC દ્વારા રિમાન્ડ દરમિયાન બુટલેગર સાથેની કથિત સાંઠગાંઠ અને સમગ્ર મામલામાં તેમની ભૂમિકા અંગે પૂછપરછ હાથ ધરાઈ રહી છે. રાજદીપસિંહ અગાઉ ASP ઘનશ્યામ ગૌતમની સ્કોડમાં ફરજ બજાવતા હતા. CDRની તપાસમાં મુખ્ય આરોપી ગૌતમ સોલંકીને આશરે 100 જેટલા કોલ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. SMCની પૂછપરછમાં વધુ મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 40થી વધુ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

