VIDEO: અમદાવાદના ઇસનપુરમાં યુવકના મોત મામલે પોસ્ટમોર્ટમ બાદ મારામારીની ફરિયાદ નોંધાઈ
સોર્સ : gstv
અમદાવાદના ઇસનપુરમાં યુવકના મોત મામલે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, 13 મેની મોડી રાત્રે ઓનલાઇન જમવાનો ઓર્ડર કેન્સલ કરવા બાબતે યુવક અને અન્ય વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આફતાબ નામના યુવકને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની તબિયત લથડતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં માથાના ભાગે અને મણકાના ભાગે ઈજા થવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે રેહાન ઉર્ફે બોબો શેખ વિરુદ્ધ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપી અને ઘટનાક્રમ અંગે વધુ માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

