VIDEO: અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં મકાન બાંધકામ મુદ્દે માતા-પુત્રએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
સોર્સ : gstv
અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં માતા અને પુત્રએ શરીર પર પેટ્રોલ છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, મકાન બાંધકામ સંબંધિત બાબતમાં પોલીસે યોગ્ય પ્રોટેક્શન ન આપતાં નારાજ થઈને માતા-પુત્રએ આ ગંભીર પગલું ભર્યું હતું. બનાવ પગલે પોલીસ સ્ટેશનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાસણા પોલીસે તુરંત કાર્યવાહી કરીને માતા-પુત્ર બંને સામે સરકારી ફરજમાં અડચણ ઊભી કરવાનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

