VIDEO: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
સોર્સ : gstv
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસે વધુ એક આરોપી ઈશ્વરભા દેવરાજભા ગઢવીને ઝડપી લીધો છે. SMC ભચાઉના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપીના 3 સપ્ટેમ્બર સુધીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 28 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

