VIDEO: ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં નવ લોકોના મોત અને ૪૦થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
સોર્સ : gstv
ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં નવ લોકોના મોત નીપજ્યા છે. હાલ વિવિધ હોસ્પિટલોમાં ૪૦થી વધુ લોકો સારવાર હેઠળ છે, જેમાંથી સાત દર્દીઓની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકીના ઘરે મધ્યપ્રદેશના નરેન્દ્રસિંહ યાદવ દ્વારા મિથેનોલ ભેળવીને ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવ્યો હતો. દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવે પણ આ દારૂનું સેવન કર્યું હતું, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકીના ઘરે મિથેનોલ ભેળવી ડુપ્લિકેટ દારૂ તૈયાર કરાયો હતો. દારૂ બનાવવા માટે અમદાવાદથી ખાલી બોટલો અને સ્ટીકર સહિતની સામગ્રી મંગાવવામાં આવી હોવાની માહિતી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે.

