VIDEO: ભાવનગરમાં ઉજ્જેનથી લવાયેલા દારૂમાંથી ડુપ્લીકેટ બોટલો બનાવવાનું કૌભાંડ: 130 બોટલ જપ્ત
સોર્સ : gstv
ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે..ભાવનગરમાં ઉજ્જૈનથી બ્રાન્ડેડ દારૂ લાવીને તેમાંથી ડુપ્લીકેટ દારૂ બનાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે... ડુપ્લીકેટ દારૂ ના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી વરતેજના આંબાવાડી વિસ્તારમાં રહે છે..જ્યાં પહોંચી પોલીસે તપાસ શરૂ કરી છે.. ગૌતમ સોલંકી ઉજ્જેનથી આ દારૂ લાવ્યો હતો, ત્યારબાદ તેણે બે વ્યક્તિઓ સાથે મળીને ઓરિજિનલ દારૂની અંદર દેશી દારૂ ભેળવીને કુલ 250 જેટલી ડુપ્લીકેટ દારૂની બોટલ તૈયાર કરી હોવાનો ખુલાસો થયો છે...પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 130થી વધુ ડુપ્લીકેટ દારૂની બોટલો જપ્ત કરી લીધી છે. જોકે, ભેળસેળયુક્ત દારૂની બાકીની બોટલો જે લોકો સુધી પહોંચી છે અને જેમણે તેનો વપરાશ કર્યો છે કે કે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે..

