VIDEO: ભાવનગરમાં નકલી દારૂ મામલે કોંગ્રેસના મનીષ દોશીએ સરકાર અને ગૃહ વિભાગ પર કર્યા આકરા પ્રહારો
ભાવનગરમાં નકલી દારૂના મામલે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. દોશીએ સવાલ ઉઠાવ્યો કે, અન્ય જગ્યાએ દારૂ પકડાય ત્યારે બાજુના રાજ્યમાંથી દારૂ આવ્યો હોવાનું કહેવાય છે, પરંતુ ભાવનગરને તો કોઈ રાજ્યની સરહદ પણ લાગતી નથી. તેમણે કહ્યું કે અમદાવાદ, બોટાદ અને ખેડામાં પણ અગાઉ આવી ઘટનાઓ બની ચૂકી છે. સરકાર અસામાજિક તત્વોના શરણે હોય તેવી સ્થિતિ હોવાનો તેમણે આક્ષેપ કર્યો. દોશીએ ગૃહમંત્રી પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ ખેલમંત્રી અને રીલ મંત્રી તરીકે ખૂબ એક્ટિવ છે, હવે ગૃહમંત્રી તરીકે પણ એક્ટિવ થઈ દારૂના વેપલા સામે કાર્યવાહી કરે. ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં અવ્વલ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો. ઝેરી અને નકલી દારૂની ફેક્ટરીઓ સામે અસરકારક કાર્યવાહી સાથે જવાબદાર અધિકારીઓ અને તેમના શુભેચ્છકો સામે કડક પગલાં ભરવાની કોંગ્રેસે માંગ કરી છે.

