Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Grand Tiranga Yatra held in Bhavnagar with indomitable passion of patriotism!

VIDEO: દેશભક્તિના અદમ્ય જુસ્સા સાથે ભાવનગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ!

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશભક્તિના અદમ્ય જુસ્સા સાથે ભાવનગર શહેરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર ઉષાબેન તલરેજા અને ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના અગ્રણીઓએ એ.વી. સ્કૂલ મેદાનથી આ યાત્રાને ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સંપન્ન થયેલી આ યાત્રામાં આકર્ષક અશ્વદળ, ઉત્સાહી બાઈકર્સ, મધુર બેન્ડ અને સાંસ્કૃતિક રાસ-ગરબા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારાઓ સાથે પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો આ યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ ભવ્ય આયોજનથી સમગ્ર ભાવનગર શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને વાતાવરણ દેશપ્રેમના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું

App Store