Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Matters heated up as two groups clashed in Vartej village, vehicles vandalized

VIDEO: વરતેજ ગામે બે જૂથ સામસામે આવી જતાં મામલો ગરમાયો, વાહનોમાં તોડફોડ કરાતા ભયનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગર નજીક વરતેજ ગામે અજાણી બાબતે બે જૂથ વચ્ચે માથાકૂટ થતાં મામલો ગરમાયો હતો. બંને જૂથે આખા વિસ્તારને બાનમાં લીધું હોય એમ વાહનોમાં તોડફોડ કરતા ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવમાં કેટલાક વ્યક્તિઓને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

App Store