VIDEO: ભાવનગરમાં ઢોલ વગાડવા મુદ્દે વકીલ અને જજ વચ્ચે ઉગ્ર બોલાચાલી, એડવોકેટે કહ્યું- 'તમે તમારી ખુરશી સાંભળો'
સોર્સ : gstv
ભાવનગર કોર્ટ નજીક વકીલ અને જજ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. ઢોલ વગાડવા મુદ્દે જજ અને એડવોકેટ બાખડી પડતાં મામલો ગરમાયો હતો. રાજ્યમાં બાર કાઉન્સિલની ચૂંટણીમાં અનિરૂદ્ધસિંહ ઝાલા વિજયી બનતા ભાવનગરમાં કોર્ટ નજીક ઢોલ સાથે વિજય યાત્રા કાઢવામાં આવી હતી, ત્યારે વિજયી થયેલા વકીલ અને જજ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાનો વીડિયો વાયરલ થયો છે.

