VIDEO: ભાવનગરથી નવી મુંબઈ વચ્ચે નવી ફ્લાઈટ શરૂ, નાગરિક ઉડ્ડયન મંત્રીએ કેક કટિંગ કરી આપ્યો ફ્લેગ ઓફ
સોર્સ : gstv
ભાવનગરથી નવી મુંબઈ માટે નવી ફ્લાઈટને નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ કેક કટિંગ કરી ફ્લેગ ઓફ આપ્યો હતો, જેના પગલે શહેરમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા શરૂ કરાયેલી આ સેવા હેઠળ રોજ સવારે 8:35 કલાકે અને રાત્રે 8:50 કલાકે બે ફ્લાઈટ્સ નવી મુંબઈ માટે ઉડાન ભરે છે, આ પ્રસંગે મંત્રી નાયડુએ શુભેચ્છાઓ પાઠવી અને ભાવનગર એરપોર્ટને વધુ વિસ્તૃત બનાવી મોટા વિમાનો ઉતરી શકે તેવું આશ્વાસન આપ્યું, પ્રથમ ફ્લાઈટમાં 30 દિવ્યાંગોએ મુસાફરી કરી જીવનનો અનોખો આનંદ અનુભવ્યો હતો. 3400થી 7000 રૂપિયા સુધીના ભાડા સાથે શરૂ થયેલી આ ફ્લાઈટથી અલંગ શિપ યાર્ડ, ધોલેરા SIR, પાલીતાણા જૈન તીર્થ તેમજ વેપાર-ઉદ્યોગોને મોટો લાભ મળશે.

