VIDEO: Bhavnagarમાં જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રાનો ધામધૂમથી પ્રારંભ, નિવૃત્ત સૈનિકો દ્વારા પ્રભુના રથને 'ગાર્ડ ઓફ ઓનર' અપાયું
ભાવનગરમાં આજે ભક્તિ અને ટેકનોલોજીના અદ્ભુત સમન્વય સાથે ભગવાન જગન્નાથજીની ૪૧મી ભવ્ય રથયાત્રાનો ધામધૂમથી પ્રારંભ થયો છે. ગુજરાતમાં બીજા ક્રમની ગણાતી આ ઐતિહાસિક રથયાત્રામાં રાજવી પરિવાર દ્વારા સોનાની સાવરણીથી 'પહિંદ વિધિ' કરવામાં આવી હતી, જ્યારે નિવૃત્ત સૈનિકો દ્વારા પ્રભુના રથને 'ગાર્ડ ઓફ ઓનર' આપી પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, પ્રખ્યાત કથાકાર મોરારીબાપુ તેમજ વિવિધ સાધુ-સંતો અને રાજકીય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ભોઈ સમાજ દ્વારા ખેંચવામાં આવતો આ રથ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના ૧૮ કિલોમીટર લાંબા રાજમાર્ગો પર નગરચર્યાએ નીકળ્યો છે. ભાવિક ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે, આ વર્ષે રથયાત્રામાં હાઈટેક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને મુખ્ય રથને સીસીટીવી (CCTV) અને જીપીએસ (GPS) સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે, જે સમગ્ર રૂટ પર બાજ નજર રાખશે.

