VIDEO: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળીયાધાર ગામે દારૂ મુદ્દે થયેલી બોલાચાલીમાં વૃદ્ધ પર પાઇપથી ઘાતક હુમલો
સોર્સ : gstv
તળાજા તાલુકાના દેવળીયાધાર ગામના રહેવાસી રઘુભાઈ મોહનભાઈ બાંભણિયા નામના વૃદ્ધ પર દારૂ મુદ્દે થયેલી બોલાચાલી બાદ પાઇપ અને ઢીંસાટોલ વડે હુમલો કરવામાં આવ્યો છે. પીડિત રઘુભાઈના જણાવ્યા અનુસાર, તેઓ દારૂ પીવા ગયા હતા, જ્યાં દારૂ આપવાની ના પાડતા તકરાર થઈ હતી. આ તકરાર ઉગ્ર બનતા બુટલેગર અને તેના બે પુત્રોએ રઘુભાઈને પાઇપ તથા પાટા-મુક્કાનો ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

