VIDEO: ભાવનગર રેન્જ દ્વારા ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
સોર્સ : gstv
પવિત્ર શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને ભાવનગર રેન્જ પોલીસ દ્વારા ત્રણેય જિલ્લાઓની ખાસ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રેન્જ પોલીસ વડા દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. અણઉકેલાયેલા મિલકત સંબંધી ગુનાઓ ઝડપથી ઉકેલવા, દારૂબંધી તથા જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા અને અસામાજિક તત્વો સામે પાસા તથા તડીપાર જેવા નિવારાત્મક પગલાં ભરવા માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત તમામ પોલીસ અધિકારીઓને તહેવારો દરમિયાન શાંતિ અને સુરક્ષા જાળવવા તથા કોઇપણ અનિચ્છનીય બનાવ અંગે તુરંત ઉપર જાણ કરી યોગ્ય પગલાં લેવા માટે ખાસ નિર્દેશો આપવામાં આવ્યા હતા.

