VIDEO: કોર્પોરેશનનું ફૂડ વિભાગ એક્શનમાં, હોટલ-રેસ્ટોરન્ટમાં અચાનક ચેકિંગ
સોર્સ : gstv
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. શહેરના હિમાલયા મોલમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ અને કાફેમાં તપાસ કરી ખાદ્યપદાર્થોના વિવિધ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની પણ અધિકારીઓએ ચકાસણી કરી હતી. લાંબા સમય બાદ ફૂડ વિભાગની આ કાર્યવાહીથી વેપારીઓમાં દોડધામ જોવા મળી હતી. તપાસના અહેવાલના આધારે નિયમભંગ કરનારાઓ સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

