Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : BJP worker vandalises corporation toilet, AMC fines him, admits satisfaction

ભાજપના કાર્યકરે કોર્પોરેશનનું શૌચાલય તોડી નાખ્યું, AMCએ દંડ ફટકારી માન્યો સંતોષ

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2025
લાઇવ ટીવીGoogle News
ભાજપના કાર્યકરે કોર્પોરેશનનું શૌચાલય તોડી નાખ્યું,  AMCએ દંડ ફટકારી માન્યો સંતોષ

અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં એક ચોંકાવના઼રી ઘટના બની છે. ભાજપના કાર્યકરે કોર્પોરેશનનું શૌચાલય તોડી નાખ્યું છે. ત્યારે AMC દ્વારા કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર 50,000નો દંડ કરી સંતોષ માનવામાં આવ્યો છે. 

App Store

 અમદાવાદ શહેરના નારાયણપુરા વિસ્તારમાં ભાજપના એક કાર્યકરને જાણે કાયદાનો ડર જ ન હોય તેમ કોર્પોરેશનનું શૌચાલય તોડી નાખ્યું છે. પોતાની ચાની દુકાન આડે આવતા શૌચાલયને તોડી પાડ્યું છે. શૌચાલય તોડી નાખવા છતાં AMC દ્વારા માત્ર 50,000નો દંડ કરી સંતોષ માનવામાં આવ્યો છે. શૌચાલય તોડનાર ચાની દુકાનવાળા પાસેથી શૌચાલય બનાવી આપવાનો બાહેધરી પત્ર મહાનગરપાલિકા દ્વારા લેવાયો છે. ભાજપના નેતાઓનો ફોન આવતા કોર્પોરેશને ઢીલી કાર્યવાહી કરી હોવાની પણ લોકચર્ચા છે.