Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Video/ corporation board was not allowed to park the Mercedes, the man tried to uproot it

Video/ કેવી આ માનસિકતા? 'MLA GUJARAT' લખેલી મર્સિડીઝ પાર્ક કરવા નડતું હતું કોર્પોરેશનનું બોર્ડ, શખ્સનો જડમૂળથી ઉખાડી નાખવા પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 03 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં ગત રાત્રીએ એક એવી ઘટના બની જેણે લોકોમાં ભારે રોષ અને આશ્ચર્ય જન્માવ્યું છે. શહેરના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે 'MLA GUJARAT' લખેલી મર્સિડીઝ કાર લઈને આવેલા એક શખ્સે પોતાની ગાડી પાર્ક કરવા માટે જાહેર મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

App Store

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ગત રાત્રીએ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે એક સફેદ રંગની આલીશાન મર્સિડીઝ કાર આવીને ઉભી રહે છે. આ કાર પર 'MLA GUJARAT' (ધારાસભ્ય, ગુજરાત) લખેલી પ્લેટ લાગેલી હતી. ગાડી વ્યવસ્થિત પાર્ક કરવામાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક બોર્ડ નડતરરૂપ બનતું હતું. આ સામાન્ય અવરોધને દૂર કરવા માટે તે શખ્સે જે રસ્તો અપનાવ્યો તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે.

સીસીટીવી અને વાયરલ વીડિયોમાં કેદ થઈ કરતૂત

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મર્સિડીઝ કારમાંથી એક શખ્સ નીચે ઉતરે છે.તે આજુબાજુ નજર કરે છે કે કોઈ તેને જોઈ રહ્યું નથી ને? ત્યારબાદ તે શખ્સ કોર્પોરેશનના બોર્ડને પકડીને તેને જડમૂળમાંથી ઉખેડવા માટે તાકાત લગાવે છે. માત્ર પોતાની લક્ઝરી કારને જગ્યા કરી આપવા માટે તેણે જાહેર બોર્ડને ઉખેડી નાખવા પ્રયાસ કરે છે. 

લોકોમાં ઉઠ્યા સવાલો

આ વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકો આ શખ્સની માનસિકતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, લાખોની મર્સિડીઝ ગાડીમાં ફરતા આ વ્યક્તિમાં શું એટલી પણ શિસ્ત નથી કે તે જાહેર મિલકતનું સન્માન કરી શકે? 'MLA' લખેલી ગાડીનો રોફ જમાવતા વ્યક્તિનું આ કૃત્ય તેના સ્ટેટસને જરાય શોભતું નથી.

શું આ શખ્સ કોઈ ધારાસભ્યનો સંબંધી છે કે પછી ગાડી પર ખોટી પ્લેટ લગાવીને ફરે છે? તે દિશામાં પણ હવે તપાસની માંગ ઉઠી રહી છે.