VIDEO: ભાવનગર: કોમ્બિંગ નાઇટમાં પોલીસકર્મીઓ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, બે આરોપી ઝડપાયા
સોર્સ : gstv
ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ દરમિયાન પોલીસકર્મીઓ પર ગાડી ચડાવી જાનથી મારી નાખવાનો સનસનાટીભર્યો પ્રયાસ સામે આવ્યો છે. કુંભારવાડા સર્કલ પાસે પુરપાટ ઝડપે આવતી સફેદ કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે પોલીસકર્મીઓ જયદીપસિંહ અને હારીતસિંહ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો…આરોપીઓએ ગાડી રિવર્સ કરી જીવલેણ ધમકી આપી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને રાકેશ મકવાણા અને રાકેશ સરવૈયા નામના બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. બોરતળાવ પોલીસ મથકે ગુનો નોંધીને આ મામલે કાયદેસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

