Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Bhavnagar News: Police son kills two people by speeding, 2 people are in critical condition

Bhavnagar News: પૂરપાટ કાર દોડાવી પોલીસ પુત્રએ બે લોકોને મોતને ઘાટ ઉતાર્યા, 2 લોકો ગંભીર

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Bhavnagar News: પૂરપાટ કાર દોડાવી પોલીસ પુત્રએ બે લોકોને મોતને ઘાટ ઉતાર્યા, 2 લોકો ગંભીર
સોર્સ : gstv

Bhavnagar News: રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ભાવનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં પોલીસ પુત્રએ બેફામ કાર ચલાવીને બાઈકચાલક સહિત 4 જેટલાં લોકોને અડફેટે લીધા હતા. ગમખ્વાર અકસ્માતની આ ઘટનામાં એક યુવક અને એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જ્યારે 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામમલે એ ડિવિઝન પોલીસે સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

App Store

અકસ્માતની ઘટનામાં 2 લોકોનાં મોત
મળતી માહિતી મુજબ, ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં સરદાર પટેલ સ્કૂલ તરફના રસ્તે શક્તિમાના મંદિર પાસે એક કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેમાં ભાર્ગવ ભરતભાઈ ભટ્ટી નામના યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 3-4 વ્યક્તિને ઈજા થતાં સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 62 વર્ષીય ચંપાબહેન પરશોત્તમભાઈ વાછાણીનું મોત નીપજ્યું હતું.  

ગમખ્વાર અકસ્માતની ઘટનાને લઈને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. પોલીસે આરોપી કાર ચાલક યુવકની અટક કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ  ગયા હતા. જ્યાં અકસ્માતને અંજામ આપનારો કારચાલક પોલીસ પુત્ર હોવાનું સામે આવ્યું હતું. 

ભાવનગરમાં પોલીસ પુત્રએ બેફામ કાર ચલાવીને 2 લોકોના લીધા જીવ, 2 ગંભીર ઈજાગ્રસ્ત 2 - image