VIDEO: ભાવનગર: મ્યુલ એકાઉન્ટ કેસમાં ૮ મહિનાથી નાસતો-ફરતો આરોપી ભાવેશ ગાંધી ઝડપાયો
સોર્સ : gstv
ભાવનગર રેન્જ આઇ.જી.પી. સ્ટ્રાઇકીંગ ફોર્સે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મ્યુલ એકાઉન્ટ કેસના એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. સુરતનો રહેવાસી આરોપી ભાવેશકુમાર મથુરદાસ ગાંધી છેલ્લા આઠ મહિનાથી પોલીસની પકડથી બચવા નાસતો-ફરતો હતો.રેન્જ સ્ટ્રાઇકીંગ ફોર્સની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાવનગરના મેઘાણી સર્કલ પાસે આવેલા અતુલ સ્વીટ નજીકથી આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને આગળની તપાસ માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ કામગીરીથી પોલીસની તત્પરતા ફરી પ્રશંસાપાત્ર બની છે.

