VIDEO: ભાવનગર: રંઘોળા ડેમમાં મોટી દુર્ઘટના ટળી! ₹૧.૫૦ કરોડના રીનોવેશન બાદ પણ દરવાજામાં ક્ષતિ
સોર્સ : gstv
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ડેમમાં મોટી દુર્ઘટના બનતા બનતા ટળી છે. 100 ટકા ભરાયેલા ડેમના મધ્યભાગના ઓટોમેટિક દરવાજામાં ક્ષતિ સર્જાતા પાણીનો જોરદાર પ્રવાહ શરૂ થયો હતો. ઘટનાની જાણ થતાં જ સિંચાઈ વિભાગના એન્જિનિયરો અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમારકામની કામગીરી શરૂ કરી હતી. રંઘોળા ડેમમાં કુલ 52 દરવાજા છે, જ્યાંથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. નોંધનીય છે કે ગયા વર્ષે અંદાજે રૂ. 1.50 કરોડના ખર્ચે ડેમનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. છતાં ક્ષતિ સામે આવતાં કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે.

