VIDEO: ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ શરૂ થતાં ભાવનગરમાં અરજદારો ભારે મુશ્કેલીમાં
સોર્સ : gstv
ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. સરકાર સમક્ષ રજૂ કરેલી વિવિધ વ્યાજબી માંગણીઓ અંગે કોઈ સંતોષકારક ઉકેલ કે જવાબ ન મળતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કામકાજ ઠપ થઈ જતાં મામલતદાર અને કલેક્ટર કચેરીએ પોતાના રોજિંદા સરકારી કામકાજ, દાખલા તેમજ જમીન મહેસૂલને લગતી કામગીરી માટે આવેલા સામાન્ય અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કર્મચારીઓની આ અચોક્કસ મુદતની હડતાલને કારણે સરકારી તંત્ર ખોરવાઈ ગયું છે અને અરજદારોના અનેક મહત્વના કામો અટવાઈ પડ્યા છે.

