VIDEO: નકલી દારૂકાંડમાં દિલ્હીથી પકડાયેલો આરોપી જેલ હવાલે
સોર્સ : gstv
ભાવનગર નકલી દારૂ કાંડમાં નકલી મિથેલીન સપ્લાય કરવાના કેસમાં દિલ્હીથી પકડાયેલા આરોપી મનજીતસિંઘ સૈનીના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પૂરા થતાં તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા અદાલતે તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે. આ સાથે જ આ નકલી દારૂકાંડ પ્રકરણમાં જેલમાં ધકેલાયેલા આરોપીઓની કુલ સંખ્યા વધીને ૩૯ પર પહોંચી ગઈ છે. દરમિયાન, આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા એકમાત્ર પોલીસકર્મી સહિત અન્ય એક આરોપીના રિમાન્ડ પણ આવતીકાલે પૂરા થવાના છે, જેને લઈને તપાસ વધુ તેજ કરવામાં આવી છે.

