VIDEO: ઘોઘા બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
સોર્સ : gstv
હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગરના ઘોઘા બંદર ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સંભવિત હવામાન ફેરફારોને ધ્યાનમાં રાખી તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઈ છે. ભારે પવન અને વરસાદની શક્યતાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. લોકોને બિનજરૂરી રીતે દરિયાકાંઠે ન જવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

