Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Violation of food safety rules in Bharuch district, stop sale notices issued to five restaurants

VIDEO: ભરૂચ જિલ્લામાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન, પાંચ રેસ્ટોરેન્ટને વેચાણ બંધ કરવા નોટિસ ફટકારાઈ

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચોમાસાની ઋતુ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આકસ્મિક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન અખાધ્ય ચીજવસ્તુઓનો નાશ કરવા સાથે પાંચ રેસ્ટોરન્ટ્સને વેચાણ બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ પ્રાંત અધિકારી અને ડી.વાય.એસ.પી.ના નેતૃત્વ હેઠળ વહીવટી તંત્ર, પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ, ફાયર અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમોએ બાયપાસ વિસ્તાર સહિત ૧૦ થી ૧૧ હોટેલ-રેસ્ટોરન્ટ્સની તપાસ કરી હતી. મોટાભાગના એકમોમાં ભારે અસ્વચ્છતા અને એક્સપાયરી ડેટવાળી સામગ્રી મળી આવી હતી, જેનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. તેમજ પનીર સહિતની ચીજોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

App Store