Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : VIDEO: Why was Mumtaz Patel not seen in the election campaign? He made a big revelation to the journalists after voting in Ankleshwar

VIDEO: ચૂંટણી પ્રચારમાં કેમ ન દેખાયા મુમતાઝ પટેલ? અંકલેશ્વરમાં મતદાન બાદ પત્રકારો સમક્ષ કર્યો મોટો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામે આજે સવારથી જ રાજકીય ગતિવિધિઓ તેજ જોવા મળી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિવંગત અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે આજે વતન પીરામણની મુલાકાત લીધી હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાન કર્યું હતું.

App Store

ચૂંટણીમાં કોંગ્રેસના સારા દેખાવનો ભરોસો
મતદાન મથક બહાર મીડિયા સાથે વાતચીત કરતા મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ અત્યંત સારો દેખાવ કરશે અને અનેક બેઠકો પર વિજયી બનશે. તેમણે મતદારોને પણ લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા વિનંતી કરી હતી.

પ્રચારમાં ગેરહાજરી અંગે ખુલાસો
ચૂંટણી દરમિયાન મુમતાઝ પટેલ પ્રચારના મેદાનમાં ખાસ સક્રિય જોવા મળ્યા નહોતા, જેને લઈને અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, "કેટલાક અંગત કારણોસર હું આ ચૂંટણીમાં સક્રિય રીતે પ્રચાર કરી શકી નથી." જોકે, તેમણે આડકતરી રીતે એ સંકેત પણ આપ્યો હતો કે તેમની શુભકામનાઓ અને ટેકો હંમેશા પક્ષની સાથે જ છે.